monsoon stop: ગુજરાતીઓ માટે ચિંતાના વાદળો, ચોમાસા માટે જોવી પડશે રાહ, જાણો ક્યાં અટક્યું ચોમાસુ

monsoon stop: એવી આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે ચોમાસું વહેલું આવી જશે. આગાહી મુજબ, કેરળ અને મહારાષ્ટ્ર સુધી તો ચોમાસું પહોંચી ગયું. પરંતું ત્યાંથી આગળ વધ્યુ નથી. તેથી હાલ ગુજરાતમાં વહેલા ચોમાસાના કોઈ એંધાણ લાગી નથી રહ્યાં. હવામાન વિભાગના એક્સપર્ટસ કહે છે કે, ચોમાસાની સિસ્ટમ મુંબઈ સુધી આવીને અટકી ગઈ છે, જેથી ગુજરાતમાં ચોમાસું તેના નિયત સમયે આવશે. અથવા તો વહેલું નહિ આવે.

વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં. આવામાં ગુજરાતે હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે (monsoon stop) અને કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે નૈઋત્યનું ચોમાસું આવતા ગુજરાત જૂન સુધી રાહ જોવી પડશે (monsoon stop). આવામાં ગુજરાતમાં ગરમી, ઉકળાટ અને બફારો રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, થોડા દિવસ અગાઉ અરબ સાગરની અંદર એક સિસ્ટમ સક્રિય હતી, જેના પરિણામે કેરળ, કર્ણાટક, ગોવા, કોંકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે. હાલ અરબ સાગરમાં બીજી કોઈ નવી સિસ્ટમ નથી બની રહી. આથી આગામી એકાદ દિવસમાં અત્યારે જે સિસ્ટમ છે, તે નિષ્ક્રિય થઈ જવાથી ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે. જેના પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે. મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થવાથી મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસું આવતા હજુ ઘણી વાર લાગશે. એટલે કે અગાઉ 10 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેવું કહેવાતું હતુ. પરંતુ હવે આપણે 15 જૂનની આસપાસ આશા રાખી શકીએ છીએ.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે. ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે. 5 થી 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે. રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. 10 જૂન સુધી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે. તો 12 જૂન બાદ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ આવશે. 18 થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવશે

Leave a Comment